વાંકાનેર: તાલુકાનાં ભલગામ પાસે વાડીમાંથી ૨૨૨ કીલો તથા ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પૌસ ડોડા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. તેની સામે વાંકાનેર તાલુકામાં કેસ કરવામાં આવ્યો હતો, જે કેસમાં આરોપીની જામીન અરજી મોરબીની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં કરવામાં આવી હતી; જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો આદેશ કરેલ છે.
આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસે ૨૨૨ કીલો ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પ્રોસ ડોડા સાથે આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા રહે. ભલગામ તાલુકો વાંકાનેર વાળાની સામે એન.ડી.પી.એસ. એકટ ની કલમ ૮ (સી), ૧૫ (સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુન્હાના કામે તેની અટક કરી અને આરોપીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો. તેની રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી એડવોકેટ મારફત મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કરી હતી.
તેમના વકીલે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી, જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ પી. સી. જોષી સાહેબ દ્વારા આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન આપેલ છે.