કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ

સુરતના કામરેજ ગામે ઉપાડી ગયો હતો

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનુ વર્ષ 2018 માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓ અને મદદનીસ સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને 25000 રૂપિયાનો દંડ કર્યો છે…આ કેસની મળતી વિગત પ્રમાણે વર્ષ 2018માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે બાઈક ઉપર લઈ જઈને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સગીરાને સુરતના કામરેજ તાલુકામાં આવતા મોરથાણા ગામે લઈ જઇ હુમલો કર્યો હતો…જેથી આ બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં આરોપી પરેશ માનસિંગભાઈ મેર (21) ની ધરપકડ કરી હતી….આ કેસ મોરબીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી પરેશ માનસિંગભાઈ મેરને 20 વર્ષથી સખ્ત કેદની સજા તથા જુદીજુદી કલમ હેઠળ કુલ 25,000 રૂપિયાનો દંડ કર્યો છે તેમજ ભોગ બનેલ સગીરાને આરોપી દંડની રકમ ભારે તો તેના સહિત 4.25 લાખ રૂપિયા ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!