વાંકાનેરની સગીર વયની દીકરીને ભગાડી જવાના ખારમાં મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીનો દીકરો ભગાડી ગયો હોય અને બાદમાં પોલીસ મથકમાં હાજર થયા હોય બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ઘરમાં આગ લગાડી
ઘરવખરીનો સામાન સળગી ગયેલ હોય નુકશાન કર્યું હતું જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની અટક કરી હતી
જે કેસમાં આરોપી તરફે જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપ આર અગેચણીયા રોકાયેલ હતા આરોપી તરફેના વકીલે કોર્ટમાં દલીલો રજુ કરી હતી અને આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ હોય સહિતની દલીલો ઉપરાંત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદો રજુ કર્યા હતા જેને ધ્યાને
લઈને કોર્ટ આરોપી પક્ષના વકીલની દલીલો માન્ય રાખી રૂ ૪૦ હજારના શરતી જામીન પર છોડવા હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, ઉષા બાબરિયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા