દારૂ અંગેના ગુન્હા
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે
આ કેસની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ગોલુ ખુમસીંગ બધેલ રહે. વોર્ડ નં. ૧ સીલોટીયા ધનંદનખુદ પ્રિતમપુર થાના પ્રિતમપુર જીલ્લો ધાર મુળ રહે. કામટા થાના તરીલા જીલ્લો ધાર વાળાની આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ) ૬ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો
ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા કેસ નં. ૪૪/૨૩ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ હતી ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના એડવોકેટ મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી ગોલુ ખુમસીંગ બધેલને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે.
દારૂ અંગેના ગુન્હા:
વિઠ્ઠલપરના વિજય ભાવસીંગભાઇ દેત્રોજા પાડધરા રોડ પર સર્પ આકારે દારૂ પી મોટરસાયકલ ચલાવતા મોટરસાયકલ સાથે, કુંભારપરા ચોકમાં ઘનશ્યામ રામજીભાઈ સોલંકી અને કુંભારપરા ચોકમાંથી જ મહેશ દાનાભાઇ બોસીયા પીધેલ પકડાયા.