કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ફાયરિંગ કેસના આરોપીને પડેલો માર

કેરાળા ગામે ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક આંતરી હુમલો કરાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતાવર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી લાકડી વડે બેફામ માર મારી હાથ પગ ભાંગી નાખતા આ ચકચારી બનાવમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળાના વતની અને હાલમાં વિશિપરા ધમલપર ખાતે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવા ઉ.65 નામના વૃધ્ધે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, બેસતા વર્ષના દિવસે આરોપી નથુભાઈના સગા રૈયાભાઈ સાથે તેઓને ઝઘડો થયો હોય

જેમાં ફરિયાદી લાખાભાઈનું નામ આરોપી તરીકે હોય તેઓ પોલીસ કાર્યવાહીથી બચવા અલગ અલગ જગ્યાએ છુપાતા ફરતા હતા તેવામાં ગઈકાલે વઘાસિયા નજીક મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આરોપી નથુભાઈ તેમજ અજાણ્યા ત્રણ શખ્સોએ તેમને આંતરી લઈ લાકડીઓ વડે બેફામ મારતા હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને એકત્રિત થયેલા લોકોએ 108ને બોલાવતા સારવાર માંટે રાજકોટ ખસેડયા હતા.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!