રાત્રીના અંધારામા હાજીઅલી ચેમ્બર્સ પાસેથી પકડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે વાંકાનેરથી ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં એન.ડી.પી.એસ. ના ગુન્હાનો આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર વાળો મીલપ્લોટ વાંકાનેર ખાતે હોવાની બાતમી મળેલ હોય જે મળેલ બાતમીના આધારે
બાતમીવાળા સ્થળે તપાસ કરતા આરોપી સાહિલઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર વાળો હાજર મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
રાત્રીના અંધારામા હાજીઅલી ચેમ્બર્સ પાસેથી પકડાયો
વાંકાનેર એ-વન કારખાનામાં, નવાપરા જીઆઈડીસી માં રહેતા ભરતભાઈ ભીમાભાઈ આંબલીયાર (ઉ.41) આરોપી રાત્રીના અંધારામા હાજીઅલી ચેમ્બર્સ પાસે બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ ગુન્હો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે હાજીઅલી ચેમ્બર્સ પોલીસ સ્ટેશનની નજીકમાં જ છે…
