બાકી ઉઘરાણી અંગે બબાલ થઇ હતી
તલવાર તથા ધોકા વડે માર માર્યાની ફરિયાદમાં વાંકાનેર કોર્ટનો ચુકાદો
રાજકોટ: આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી ગીરીશભાઈ મોહીયાણી ઢુવા ચોકડી ખાતે જય અંબે સીલેકશનના નામથી કપડાની દુકાન ચલાવતા હતા અને આ કેસના આરોપી પણ મોરબી મુકામે બાલાજી હોઝીયરીના નામથી કપડા વેચવાનો ધંધો કરે છે અનેફરીયાદીએ સને ૨૦૨૩ ની સાલમા આરોપી પાસેથી કપડાનો માલ રૂપિયા ચાલીસ હજાર પુરામા બાકી પેટે માલ ખરીદ કરેલ હોય જે રકમ ફરીયાદી ચુકવતા ન હોય જે મનદુઃખના કારણે આરોપીઓ તલવાર તથા ધોકા વડે ફરીયાદીની દુકાનમા ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને
અપશબ્દ બોલી ગાળો આપી માર મારી આરોપીઓ દ્વારા સાહેદ મોહન પ્રકાશ રજકને લાકડાના ધોકા વડે માર મારી ઈજાઓ કરીને દુકાનમાં તોડફોડ કરીને માર મારવામાં આવેલ હતો. જે અંગે આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમા ચાર્જશીટ રજુ થતા ફરીયાદી તેમજ ઈજા પામનાર
સાહેદ તથા જોનાર સાહેદ તેમજ પંચો વિગેરેની કોર્ટમા વકીલશ્રી દ્વારા તપાસવામાં આવેલ હતા અને જુબાની દરમિયાન નજરે જોનાર સાહેદ દ્વારા બનાવ અંગેના સી.સી.ટી.વી.ફુટેજ રજુ કરવામા આવેલ હતા જે તમામ પુરાવા ફરીયાદીની ફરીયાદને સમર્થન આપતા ન હોય
અને ફરીયાદી તથા તમામ સાહેદોની જુબાની રેકર્ડ ઉપર વિરોધાભાષી આવતી હોય જે તમામ હકીકતો બચાઉ પક્ષના વકીલશ્રી દ્વારા લાવેલા હોય તેમજ આરોપીઓ વર્તી વકીલશ્રી દ્વારા કોર્ટ સમક્ષ ઘારદાર દલીલો કરવામા આવેલ હતી જે તમામ હકીકતો ધ્યાને લઈને તમામ
આરોપીઓ (૧) દિલીપ ઉર્ફે દિપકભાઈ મહેશભાઈ કંજારીયા (૨) દિપેશ ભરતભાઈ ડાભી (૩) દશરથભાઈ સુરેશભાઈ ડાભી (૪) ઉદય ભરતભાઈ ડાભીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા વાંકાનેર કોર્ટ દ્વારા ચુકાદો ફરમાવામાં આવેલ છે…