ખેડા જિલ્લામાંથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપ્યો
વાંકાનેર : અહીં સિટી પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડા જિલ્લા ખાતેથી મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.


જાણવા મળ્યા મુજબ કેસની વિગતો જોઈએ તો વર્ષ 2021 માં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી કલ્યાણસિંહ અર્જુનસિંહ રાવત (રહે. બાલુકા વડીયા રજીયાવાસ, તાલુકો-બ્યાવર, જિલ્લો- અજમેર, રાજસ્થાન વાળો) હાલ ખેડા જિલ્લાના ગોબલેજ ગામની સીમમાં સેડો ફ્લેક્સ પાર્કના પાર્કિંગમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે મોરબી એલસીબી/ ફર્લો સ્કવોડની ટીમ સ્થળ પર જઈને આરોપી કલ્યાણસિંહ રાવતને ઝડપી પાડયો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.
