વાંકાનેરના નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી રીમાન્ડ પુરી થયા બાદ જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ
રાજકોટ : વાંકાનેરમા જડેશ્વર રોડ પર આવેલ ખોડિયાર જીનીંગ મીલમાથી રૂ.૧૪,૦૦,૦૦૦/-ની રોકડ રકમની ઉઠાંતરી કરવાના ગુના સબબ વાંકાનેર સીટી પો.સ્ટે. માં તા.૧/૦૨/૨૦૨૩ ના રોજ ઈ.પી.કો.કલમ ૩૮૧ મુજબની ફરીયાદ નોંધવામા આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી સત્યજીતભાઈ દાનાભાઈ કરપાડાની ધરપકડ કરવામા આવેલ હતી. દરમીયાન આ કેસના આરોપીઓએ જામીન મુક્ત્ત થવા અરજી કરતા મોરબી સેસન્સ અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.
આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી નીલેશભાઈ જયચંદ્રભાઈ મેઘાણી રહે.રાજકોટ વાળા વાંકાનેર ખાતે શ્રી ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી નામથી કપાસની ગાંસડી બનાવવાની ફેકટરી ધરાવે છે. ફરીયાદી તથા તેમનો દીકરો રાજકોટથી વાંકાનેર ખાતે પોતાની કારમાં અપડાઉન કરતા હોય છે અને જે ગાડીના ડ્રાઈવર તરીકે બનાવ બન્યાના બે માસ પહેલાથી હાલના આરોપી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. દરમીયાન ગઈ તા.૩૧/૦૧/૨૦૨૩ ના રોજ ફરીયાદી તેમજ આરોપી રાજકોટથી વાકાનેર મુકામે આવેલ હતા, જયાં ફેક્ટરીમા કપાસની ગાડી આવવાની હોય, જેથી તેને પૈસા ચુકવવાના હોય અને જે માટે થઈને ફરીયાદીએ પોતાના બેંક ખાતામાથી રોકડ રકમ રૂ. રૂ.૧૪,૦૦,૦૦૦/- ચેકથી ઉપાડેલ હતા અને ફેકટરીમા આવી આ રકમ ઓફીસના ટેબલના ખાનામા રાખી લોક કરેલ. ચાવી બીજા ખાનામા રાખી બપોરનો સમય હોય ફરીયાદી તથા તેમનો દીકરો જમવા માટે બહાર ગયેલ હતા. તે સમયે ડ્રાઈવર તેમની ફેકટરીના ગેટ પાસે બેઠેલ હતો. ફરીયાદી જમીને ત્રણ વાગે પરત આવેલ અને કપાસની ગાડીવાળાને રકમ ચુકવવાની હોય ટેબલનુ ખાનુ ખોલી જોતા તેમા રાખેલ રકમ રૂ.૧૪,૦૦,૦૦૦/- મળી આવેલ નહી. જેથી તપાસ કરતા જાણવા મળેલ કે હાલના આરોપી એકસેસ મોટર સાયકલામાં થેલો રાખી જતા રહેલ છે. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે, જે મતલબની ફરીયાદ નોંધાયા બાદ અંદાજીત ત્રણ માસ બાદ આરોપીની ધરપકડ કરવામા આવેલ હતી અને વાંકાનેરના નામદાર જયુ.મેજી.ફ.ક સાહેબ સમક્ષ રજુ કરી રીમાન્ડ પુરી થયા બાદ જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો.
ત્યારબાદ આરોપીઓએ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત્ત થવા મોરબીની સેસન્સ કોર્ટમા અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમા રાખી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો.