૧૩ વર્ષની સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ થઇ હતી
વાંકાનેર ખાતે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ અપહરણ, દુષ્કર્મ, પોકસોના ગુના જેમની સામે નોંધાયા છે, એવા આરોપીની ધરપકડ થઇ છે.

કાલાવડમાં ૩ દિવસ પહેલા એક સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ દાખલ થઇ હતી, જેની તપાસ ટંકારા ખાતે લંબાવીને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી અને આરોપી ટંકારામાં રહેતા મુળ કલ્યાણપુર ગામના સંજયસિંહ ઉર્ફે શિવમ ઉર્ફે લાલો દેવજી પરમાર (ઉ.વ. ર૩) ને પકડી પાડ્યો હતો. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગત તા. ર૮ ના રોજ આઇપીસી કલમ-૩૬૩ મુજબનો ગુનો દાખલ થયો હતો, જેમાં ૧૩ વર્ષ ૧૦ મહિના અને ર૬ દિવસની ઉંમરની સગીરાને કોઇ અજાણ્યો શખ્સ ગત તા. ર૬ ના રોજ ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો.

પોલીસ ખાતાએ ભોગ બનનારના કોલ ડીટેઇલ અને સોશ્યલ મીડીયા એકાઉન્ટનું એનાલીસીસ કરવામાં આવતા કેટલાક નંબરો શંકાસ્પદ જણાયા હતા, જેના આધારે ટેકનીકલ અને હ્યુમનસોર્સીંગની મદદથી વિગતો એકત્રિત કરવામાં આવી હતી.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો
