કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં ખૂનકોશિષનો આરોપી મોરબીમાં બાઈક ચોરીમાં ઝડપાયો

રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા આ શખ્સ પર જુદા જુદા સાત ગુન્હા નોંધાઈ ચુક્યા છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી ચોકડી પાસેથી બાઇક ચાલકને પકડી કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઇક એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું.

જેથી પોલીસે આરોપી છગન કરશન વાધેલા (ઉ.વ.૨૮) રહે રેલ્વે સ્ટેશન રોડ વાંકાનેર વાળાને ઝડપી લીધો હતો. સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં,૦૫૩૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે. જે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે, આરોપી વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં દારૂ, મારામારીના ગુના તેમજ મહુવા પોલીસમાં દારૂ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસમાં હત્યા સહિતના ૭ ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.

જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઇ એચ. જે. જાડેજા, પીએસઆઇ કે. એચ. ભોચીયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, કિશોરભાઇ મેણંદભાઇ, અરવિદભાઇ માવજીભાઇ, ચકુભાઈ દેવશીભાઇ, હિતેષભાઇ વશરામભાઇ, સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ, સીધ્ધાભાઇ કાનજીભાઈ, અરજણભાઇ મેહુરભાઇ, તેજાભાઇ અરજણભાઇ, ધર્મેન્દ્રભાઇ વાધડીયા અને કિશનભાઇ ધીરૂભાઇ સહિતની ટીમ જોડાયેલ હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!