વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપીએ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટ મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે.
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો, જેથી આરોપી બીરેન્દ્રકુમાર કારૂદાસ રહે. બિહારવાળાએ મોરબીના વકીલ મારફત સ્પે. પોક્સો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેમાં આરોપી તરફેના વકીલ યોગરાજસિંહ જે. જાડેજાની દલીલ માન્ય રાખી નામદાર કોર્ટે આરોપી બીરેન્દ્રકુમાર કારૂદાસને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.