


વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું, જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી; જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે ચોરાઉ બાઇક સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે.


વાંકાનેર તાલુકાના કોઠારીયા નવા પ્લોટ નિશાળની બાજુમાં રહેતા મોઇનુદ્દીનભાઈ અમીભાઈ ખોરજીયા જાતે મોમીન (૫૫) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇકયું ૦૨૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતી, જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે; જેના આધારે પોલીસે આ ગુનામાં પરવેઝભાઈ હુશેનભાઈ ઉર્ફે ડબલ દેકાવડિયા જાતે મોમીન (૩૯), રહે. મોમીન શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને ચોરાઉ બાઈકને કબજે કરેલ છે.