ગુપ્ત ખજાનો મળ્યો હોવાનું નાટક કરી સાચા સોનાના નમૂના બતાવી નકલી સોનું આપી છેતરપિંડી કરે છે
વાંકાનેર: પાટણ એલસીબી પોલીસએ મધ્યપ્રદેશની કુખ્યાત મેડા ગેંગના એક આરોપી મેડા રામસિંહ બદિયાભાઈને મેસરિયા, વાંકાનેરથી ઝડપી પાડયો છે. આરોપી છેલ્લા 7 વર્ષથી ફરાર હતો અને મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ખજુર્ખાહનો નિવાસી છે. પાટણ જિલ્લા પોલીસ વડાએ રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચના આપતાં એલસીબી ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી…

આરોપી વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 31/2018 હેઠળ IPC કલમ 406, 420 અને 114 મુજબ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપીની BNS કલમ 35(1)(જે) મુજબ અટક કરી વધુ કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. મેડા ગેંગની કાર્યપદ્ધતિ ખૂબ અનોખી છે. તેઓ ગુજરાતમાં મજૂરીના બહાને આવે છે અને ખોદકામ દરમ્યાન ગુપ્ત ખજાનો મળ્યો હોવાનું નાટક કરે છે. ગેંગના સભ્યો પહેલા સાચા સોનાનું નમૂના બતાવે છે, લોકોનો વિશ્વાસ જીતી લે છે અને પછી નકલી સોનું આપી છેતરપિંડી કરે છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
