માટેલ રોડ અને થાન રોડના રીએક્ટરની ચોરીની કબૂલાત કરી
રાજકોટ: સૌરાષ્ટ્ર ભરના જીઈબી સબ સ્ટેશનોમાંથી કેબલ વાયર અને રીએક્ટરની ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી કોપર વાયર સહિત રૂ.9.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. મોડી રાતે ગ્રામ્ય વિસ્તારમાં જઈ ચોરીને અંજામ આપતાં અને ચોરી કરેલ વાયર અને રીએક્ટર મોરબીના વેપારીને વેંચ્યા હોવાની કબુલાત આપી હતી.
પાંચેક મહીના પહેલા ઢુવા ગામે માટેલ રોડ ઉપર આવેલ સબસ્ટેશન ખાતેથી એક રીએક્ટરની ચોરી કરેલ, ઉપરાંત ચારેક મહીના પહેલા વાકાનેરથી થાન વાળા રોડ ઉપર ટોલનાકા પાસે સબ સ્ટેશન ખાતેથી એક રીએક્ટરની ચોરી કરેલ, બે મહિના પહેલા ટંકારા ગામે આવેલ પાવર હાઉસમાંથી 350 કિલો વાયર હાથફેરો કર્યાની કબુલાત આપી હતી…
પકડાયેલ આરોપીઓમાં સામુ મનોજ આમેણીયા (ઉ.વ.22, રહે. મોરબી જુની પીપળી રોડ ત્રીલોકધામ સોસાયટી સતવારાના મકાનમાં ભાડેથી, મોરબી), કૈલાશ ચતુર કુંઢીયા (ઉ.વ.19, રહે.ધાંગધ્રા, જોગાસર રોડ, કબ્રસ્તાન પાસે) વનરાજ દેવરાજ કુંઢીયા ( ઉ.વ.19, રહે. મોરબી, લીલાપર રોડ, આવાસ યોજના કવાટર્સ, બી-9), કાટીયો ઉર્ફે અશોક નરશી વીરુગામીયા (ઉ.વ.35, રહે.મોરબી, વીસી ફાટક પાસે, વીસીપરા, મોતીયા ચા ની હોટલની બાજુમા) અને આકાશ સુરેશ વીકાણી (ઉ.વ.23, રહે. મોરબી, લીલાપર રોડ, નીલકમલ સોોસયટીની બાજુમા, હનુમાનજીના મંદીર પાસે) ની ધરપકડ કરવામાં આવી હતી…