થોડા સમય અગાઉ વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાકના એક મકાનમાં એંસી હજાર જેટલી મત્તા ચોરાયાની ફરિયાદ થઇ હતી. જામનગર જિલ્લાના રામપર ગામમાં એક વાડીમાંથી ચોરી થઈ હતી. જે અંગે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી હતી, દરમિયાન મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જામનગર જિલ્લામાં મજૂરી કામ માટે આવેલા વૈસતિયા ભીલસિંગ ડામરા નામના પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી લીધી હતી. જેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત સવા લાખની માલમતા મળી આવી હતી, જે કબજે કરી લઈ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ રારૂ કરી હતી. આ દરમિયાન અન્ય ત્રણ સાગરીત મધ્યપ્રદેશના વતની નારસિંગ મીનાવા, જીતનભાઇ જાલીયાભાઈ બામણીયા અને સાલુભાઇ ભીલ પણ જોડાયા હતા.
જે તસ્કર ત્રિપુટી હાલ ફરાર થયેલી હોવાથી પોલીસની ટીમ તેને શોધી રહી છે. દરમિયાન વાંકાનેર હાઇવે રોડ પર સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી 80,000 રૂપિયાની રોકડની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે. જેથી મોરબી પોલીસને પણ જાણ કરવામાં આવી છે.