કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જાલી નોટના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા

અને ૧.૭૦ લાખનો દંડ: બે મહિલાને શંકાનો લાભ
(2) મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો

વાંકાનેરમાં ઘરમાં રેડ કરીને અલગ અલગ દરની ૭૧ હજારની જાલી નોટ પકડવામાં આવી હતી અને ત્યારે બે મહિલાઓ સહીત ત્રણ આરોપી પકડાયા હતા તેની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં એક આરોપીને ૧૦ વર્ષની સજા કરવામાં આવી છે અને બે મહિલાને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવી છે.


આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા આરોપી સલમાબેન અબ્દુલભાઈ દલપોત્રાને જામનગર પોલીસે અટક કર્યા હતા અને વર્ષ ૨૦૧૨ માં જામનગર એલસીબી ટીમ વાંકાનેર આવી હતી ત્યારે વાંકાનેરના ગઢની રાંગ નજીક મકાનમાં તપાસ કરતા આરોપી અબ્દુલ પાસે રહેલ પર્સમાંથી ૧,૦૦૦ ના દરની જાલી ૧૪ નંગ નોટ, આરોપી અંજુમન આરાબીબી યાશીન શેખના પેન્ટના પાછળના ખિસ્સામાં રહેલ પાકીટમાંથી ૧,૦૦૦ ના દરની જાલી ૭ નંગ નોટ અને

આરોપી સલમાબેનના મકાનમાં રૂમમાં પલંગના ગાદલા નીચેથી ૧,૦૦૦ ના દરની જાલી ૫૦ નંગ નોટ મળી હતી જેથી કરીને કુલ ૭૧,૦૦૦ ની જાલી નોટ કબજે કરી હતી અને અસલી નોટ ૪.૭૮ લાખ ની મળી આવી હતી અને જાલી નોટ બજારમાં વટાવી ખરીદ કરેલ સામાન કુલ કીમત ૧૫ હજાર અને સોના ચાંદીના દાગીના સહીત કુલ ૭,૭૭,૧૩૮ નો મુદામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

આ કેસ મોરબીના એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની, મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆ અને સંજયભાઈ દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી તેમાં ૨૪ મૌખિક અને ૪૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી અબ્દુલ જમાલભાઈ દલપોત્રાને કસુરવાન ઠેરવ્યો હતો જો કે,

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

બંને મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સલીમાંબેન ઉર્ફે આંટી ઉર્ફે મમ્મી ઉર્ફે માયા અબ્દુલ જમાલભાઈ દલપોત્રા અને આરોપી અંજુમન આરાબીબી યાશીનઅલી વાજીદઅલી શેખને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો છે આ ગુનામાં આરોપી અબ્દુલ જમાલભાઈ દલપોત્રાને ૧૦ વર્ષની કેદની સજા અને ૧.૭૦ લાખનો દંડ જુદીજુદી કલમ હેઠળ કરેલ છે.

મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો

ઢુવા માટેલ રોડ પર અમરધામ પાસે મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે સરતાનપર માટેલ રોડ ટીટા ચોકડી પાસે રહેતો વીનોદભાઇ જોરૂભાઇ સાડમીયા (ઉ.વ.20) મળી આવતા જી.પી.એકટ કલમ-૧૨૨(સી) મુજબ ગુન્હો દાખલ કરી પોલીસ કાર્યવાહી થયેલ છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!