વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી વાંકાનેર સીટી પોલીસે સદામ અલાઉદ્દીનભાઈ અંસારી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2110 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.



માટેલ – સરતાનપર રોડ ઉપરથી વાકાનેર તાલુકા પોલીસે મૂળ જસદણ તાલુકાના પીપરડી ગામના વતની અને હાલમાં સિલોન સિરામિક કારખાનામાં રહેતા બળવંત નાગરભાઈ સાકળિયાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.