કાર અને મોટર સાયકલ વચ્ચે ર૦ર૦માં અકસ્માત થયેલ
રાજકોટ: સિંધાવદર ગામ પાસે ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ઇકો કાર ચાલકનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.
આ કેસની ટુકમાં હકિકત એવી છે કે ગત તા.૩૦-૪-ર૦ર૦ના રોજ ગુજરનાર ઇરફાન તથા ગુજરનાર હુશેનાબાનુ રાજકોટથી સિંધાવદર મોટર સાયકલ લઇને જતા હતા, ત્યારે સિંધાવદર પાસે ઇકો કાર ચાલકે પોતાની ઇકો કાર પુરઝડપે અને બે ફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે મરણ જનારાઓને સામેથી મોટર સાયકલ સહિત હડફેટે લેતા મરણ જનાર ઇરફાન માથાના ભાગે તથા બંને હાથ તથા પગના ભાગે ગંભીર ઇજાઓ તથા ગુજરનાર હુશેનાબાનુને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી બંનેના મોત નીપજાવી અકસ્માત કરી પોતાના હવાલાવાળી ઇકો કાર મુકી નાશી ગયેલ
જે કામે ફરીયાદી માહમદ હુશેનભાઇએ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ કે જે કામે પોલીસ અધિકારી દ્વારા લાગતા વળગતા સાહેદોને નિવેદન લીધેલા અને આરોપીની અટક કરી અને તપાસના અંતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ.
આ કેસ શ્રી એડી. ચીફ જયુ. મેજી. ડી.એમ.શાહની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે લાગતા વળગતા સાહેદોની જુબાની લીધેલ અને આરોપીના એડવોકેટ એસ.એમ. શેરસિયા દ્વારા દલીલો કરવામાં આવેલ કે ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ નિઃશંકપણે સાબીત કરી શકેલ નથી જે બાબતેમાં વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખેલ જેથી નામદાર અદાલતે આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.
આ કામે આરોપી વતી વાંકાનેર મુસ્કાન એસોસીએટસનાં એડવોકેટ વકીલ શિરાકમુદીન એમ. શેરસિયા, આદિલ એ. માથકીયા તથા મોહમંદયુનુસ બી. બાદી રોકાયેલ હતા.
ખીજડીયામાં ખેડૂતની વાડીમાં દિપડાએ વાછરડાનું મારણ કરવાનો પ્રયાસ કર્યો
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સિબોસીયા સીમમાં આવેલ લીલાભાઇ સયાભાઈ મુંધવા નામના ખેડૂતની વાડીમાં ગતરાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક દિપડો ચડી આવ્યો હતો, જેને વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ખેડૂત જાગી જતાં દિપડો ભાગી ગયો હતો, જે બાદ મોડીરાત્રીના ફરી આ દિપડો વાડીમાં ચડી આવી આજ વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી….…