માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજનું ખનન કરવાનો ટ્રાન્સપોર્ટર શિવશક્તિ રોડવેઝ વાળા ઉપર આરોપ હતો
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તા. ૧૫-૦૫-૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી સર્કલ ઓફિસર તરીકે વાંકાનેરમાં ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા તા. ૩૦-૦૧-૨૦૧૯ ની ફરિયાદ અનુસંધાને સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદે ખનીજનું ખનન કરતા હોય જે કામગીરી અટકાવવા અને કાયદેસર કાર્યવાહી કરવા જતા આરોપીઓએ એકસંપ કરીને સરકારી કર્મચારી પર હુમલો કરી લાકડી વડે માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી


જે ફરિયાદને પગલે પોલીસે આરોપીઓ મુન્નાભાઈ જીવુભા ઝાલા, બલભદ્રસિંહ જીવુભા ઝાલા, ઘેલુભા જીવુભા ઝાલાની ધરપકડ કરી હતી જે કેસ વાંકાનેરના જ્યુડી. મેજી. સાહેબની કોર્ટમાં શરુ થયો હતો અને તમામ આરોપીઓ તરફે જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચણીયા રોકાયેલ હતા જે કેસ ચાલી જતા આરોપીના વકીલે દલીલો રજુ કરી હતી જેમાં ફરિયાદ પક્ષે ફરિયાદથી વિરુદ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે સરકારી સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી આમ ધારદાર દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ જીતેનભાઈ અગેચણીયાની દલીલો માન્ય રાખી કોર્ટે તમામ આરોપીને નિરોધ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.


જે કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન ડી અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીઝુંવાડિયા રોકાયેલ હતા
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
