કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નોકરી અપાવી દેવાની છેતરપીંડીના કેસમાં છુટકારો

વાંકાનેરમાં દીકરી-જમાઈને રેલવેમાં નોકરી અપાવી દેવાની લાલચે એક વ્યક્તિ સાથે રૂ.૩૭,૫૦૦ની છેતરપીંડી કરવાના ગુનામાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે…

બનાવની મળતી વિગતો અનુસાર ધીરજલાલ રામશંકર મહેતા (આરોપી) એ તારીખ ૧૯-૦૩-૨૦૦૧ના રોજ વાંકાનેર રેલ્વે કોલોની કવાર્ટસ ૧૩/ટી માં રહેતા ફરીયાદીને તેમની દીકરી તથા જમાઈને રેલ્વેમાં ટીકીટ કલેક્ટરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ૩૭,૫૦૦ની રોકડ રકમ મેળવી છેતરપીડી કરી હોય આઈ.પી.સી. કલમ ૪૧૯, ૪૨૦, ૧૭૦, ૪૦૬ મુજબના ગુના કરેલ હોવાની ફરીયાદ થતાં આરોપી વિરૂધ્ધ રાજકોટ રેલ્વે પો. સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુના રજી. નંબર ૪૨ / ૨૦૦૧ થી ગુનો દાખલ થયો હતો…

તપાસ અધિકારીએ તપાસના અંતે પુરતો પુરાવો જણાતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને ફોજદારી કેસ નંબર ૬૯૫ / ૨૦૦૯ થી કેસ દાખલ થયેલ હતો. આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલ કરતા આ કામના આરોપીને ચીફ જયુડી. મેજી. નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી તરફથી મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!