વાંકાનેરમાં ૨૦૧૧ માં સામ સામે ફરિયાદ થયેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા આ ગુનામાં ૧૪ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ વીગેરેની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૧૪ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે





આ કેસ ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા અને વકીલની ધારદાર દલીલો તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેટો રજુ કરેલ હતા અને તેને ધ્યાને લઈને મોરબીના મહે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં મોરબીના સીનીયર ધરાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, યુવા વકીલ દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા અને લેખરાજ ગઢવી રોકાયેલ હતા.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
