ટંકારા તાલુકામાં એટ્રોસિટી અને મારામારીનો કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે





ટંકારામાં ફરિયાદી પાછી ખેંચી લેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કરવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપી હરપાલસિંહ ઉર્ફે ભૂરો વિનુભા ઝાલા અને ક્રિપાલસિંહ હેમંતસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી અને મારામારીનો કેસ કરવામાં આવ્યો હોય જે કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જે કેસમાં આરોપી તરફે સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા રોકાયેલ હતા
જે કેસમાં ફરિયાદી પક્ષે ફરિયાદી અને સાહેદો તથા પંચો તેમજ તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવાના અંતે આરોપી તરફેના વકીલે દલીલો કરી હતી જેમાં ફરિયાદ પક્ષે ફરિયાદ મુજબની હકીકત જણાવેલ નથી તેમજ ફરિયાદી પક્શેના સાહેદોએ ફરિયાદીને સમર્થનકારી જુબાની આપેલ નથી ઈજા પામનારના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી
આમ બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દિલીપ અગેચણીયાની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે જે કેસમાં આરોપી તરફે એડવોકેટ દિલીપ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા રોકાયેલ હતા