કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હત્યાના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓનો કોર્ટમાંથી નિર્દોષ છુટકારો

ફટાકડા આપવાની ના પાડતાં આરોપીઓએ પેટમાં છરી મારી દીધી હતી: મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

વાંકાનેરમાં ભુતનાથ મંદિર પાસે આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઈને ફટાકડાની માંગણી કરી હતી, ત્યારે ફરીયાદીએ ફટાકડાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હતો અને આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાના પાસે રહેલ છરી વડે ફરીયાદીને પેટના ભાગે ઈજા કરી હતી, જે બનાવ હત્યામાં પલટાયો હતો અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓનો કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 

વાંકાનેરમાં હત્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. હત્યાનો આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો છે. જેની માહિતી આપતા વકીલે જણાવ્યુ છે કે, તા. ૯/૧૧/૨૦૧૮ ના રોજ યુવાનની હત્યા કરવામાં આવી હતી, જે બનાવ મામલે પોલીસે આરોપીઓ મોસીન હાજીભાઈ આજાબ, આસીફ ઉર્ફે હુસેન ગુલમામદભાઈ સામતાણી, ઈનાયત ઉર્ફે ઈલુ કાદરભાઈ હઠીયત અને મુનાભાઈ મહમદભાઈ શેરસીયાની ધરપકડ કરી હતી. જે કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે રોકાયેલ વકીલોએ કોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલ કરેલ હતી. ત્યાર બાદ બંને પક્ષની દલીલને ધ્યાને લઈને ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના જજે આરોપીઓના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. 

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!