કાશીયાગાળાના શખ્સ પર કેફી પીણુ પીવાનો ગુન્હો
વાંકાનેર: અહીં જાપા શેરીમાં રહેતા એક શખ્સને રસાલા રોડ પરથી ક્રિકેટ મેચમાં ટીમની હારજીત અને સેસનમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડેલ છે, અન્ય એક નામ ખુલતા તેની પર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે રસાલા રોડ રામદેવ મોબાઇલ શોપ દુકાન સામે ઉભેલા વિવેકભાઇ ઉર્ફે બોબી વિનયચંદ્ર મારૂ જાતે લુહાર (ઉ.વ.૪૯) રહેવાસી જાપા શેરી મેઇન બજાર વાળો TATA I PL ટી-20 માં ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં ટીમની હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતના ફોન ઉપર વાતચીત કરી સોદાઓ કરી જુગાર રમતા પકડેલ છે, તેની પાસે રહેલ મોબાઇલમાં કોલ હિસ્ટ્રી જોતા ત્રણ વખત ક્રિપાલસિંહ ઝાલા સાથે ત્રણ સોદઓ લખાવેલ હોય, જેથી મજકુર પાસે રહેલ રેડ મી એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કિ.રૂ.૫૦૦૦/ ગણી તેમજ મજકુરની અંગ ઝડતી કરતા રોકડ રૂ.૧૬૫૦/ કબ્જે કરેલ છે. આરોપી ક્રિપાલસિંહનું આખું નામ પોલીસ ખાતાએ લખેલ નથી જુગાર ધારા કલમ 12 મુજબ કાર્યવાહી વાંકાનેર સીટી પો.હેડ કોન્સ વિશ્વરાજ સિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ વિપુલભાઇ કાળુભાઈ પરમાર તથા હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી…
કાશીયાગાળાના શખ્સ પર કેફી પીણુ પીવાનો ગુન્હો
મોરબી કંટ્રોલ ની ૧૧૨ નંબરની વર્ધી આધારે પી.સી.આર. વાનમાં કાશીયાગાળા ગામમાથી મનસુખભાઈ કેશુભાઈ કડીવાર (ઉ.વ.૪૮) ને કેફી પીણુ પીધેલ હાલતમાં પોલીસ સ્ટેશન લઇ આવેલ અને પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૮૫-૧ મુજબ ગુન્હો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ ધર્મેન્દ્રભાઇ મગનભાઈ રાંકજા દ્વારા નોંધાયો છે…