વાંકાનેર: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરકારી શાળામાં ફરજ બજાવ્યા વગર જ ઘેર બેઠા પગાર ખાતા શિક્ષકોના કિસ્સા સામે
આવ્યા છે અને અનેક કિસ્સામાં ડમી શિક્ષકો સરકારી શાળામાં ફરજ બજાવી રહ્યા હોવાનું ભોપાળું સામે આવ્યું છે ત્યારે વાંકાનેરના
શિક્ષિકા વાઘેલા ઉર્વશીબેન પિતાંબરભાઈ તા: 7/11/2023 થી સતત ગેરહાજર રહેતા હોઈ તેમને તાલુકા કક્ષાએ ત્રણ વખત અને જિલ્લા
કક્ષાએ બે વખત તેમજ 20 જુલાઈના રોજ આખરી નોટિસ આપી હોઈ છતાં હાજર ન થતા સુનાવણી 20 ઓગષ્ટના રોજ રાખી છે. જો આ સુનાવણીમાં હાજર નહીં રહે તો કાર્યવાહી કરવામાં આવશે, એવું જાણવા મળે છે.