કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોન્ટ્રાક્ટર, કારખાનેદાર, ખેડૂત સહિતના દશ સામે પગલા

ઢુવા, સિંધાવદર, ભેરડા, પાંચદ્વારકા, માટેલ,વઘાસિયા, ભોજપરા, રાણેકપર અને નર્સરી ચોકડી સ્થિત એકમો

મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે હાલમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં 10 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલ છે. ઉદ્યોગ તેમજ ખેતીમાં રોજગારી માટે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો આવે છે જો કે, તેનો કોઈ ડેટા કામે રાખનારા લોકો દ્વારા લેવામાં આવતો નથી જેથી ઘણી વખત ગુનાને અંજામ આપીને ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો નાશી જાય છે તેને પકડવા માટે પોલીસે દ્વારા મહેનત કરવામાં આવે તો પણ ડેટા ન હોવાથી સફળતા મળતી નથી જેથી હવે બેદરકારોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવે છે તેવામાં સ્પાના બે સંચાલક સહિત કુલ નવ સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે…(1) વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ ઓમ સાંઈ સ્પામાં બહારથી આવેલા કર્મચારીઓના આઈડી પ્રૂફ મેળવેલ ન હતા તથા મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની વિગત અપલોડ કરવામાં આવી ન હતી જેથી સ્પાના સંચાલક દિલીપસિંહ બહાદુરસિંહ ઝાલા (37) રહે. ધર્મ મંગલ સોસાયટી મકનસર મૂળ રહે. અમદાવાદની સામે કાર્યવાહી કરેલ છે.
(2) વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ ભવાની હોટલ પાસે સ્પર્શ સ્પા મસાજ પાર્લરમાં પરપ્રાંતિય મહિલા કર્મચારીઓને કામે રાખવામાં આવ્યા હતા જે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેથી સંચાલક ગોવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ કરસનભાઈ ડાભી (28) રહે. રાજસ્થળી તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે…(3) વાંકાનેર તાલુકાના સિંધાવદર ગાત્રાળનગર સામે આવેલ અસરા પોલ્ટ્રી ફીટ કારખાનામાં પરપ્રાંતીય મજૂરો રાખવામાં આવ્યા હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી અલ્તાફભાઈ અહમદભાઈ શેરસીયા (38) રહે. સિંધાવદર વાળા સામે ગુનો નોંધાયેલ છે.
(4) વાંકાનેરના પાડધરા ભેરડા રોડ ઉપર આરસી પથ્થરની ખાણમાં પરપ્રાંતિય મજૂરોની માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી ત્યાંના સંચાલક ચોથાભાઈ લવજીભાઈ સરવારીયા (32) રહે. ભેરડા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધાયેલ છે…(5) પાંચદ્વારકા ગામની સીમમાં વાડીએ મજૂરોને કામે રાખ્યા હતા અને તે અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી ન હતી જેથી વાડીના માલિક ઇલ્યાસભાઈ આહમદભાઇ બાદી (42) રહે. પાંચદ્વારકા વાળાની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે પાજ ગામની સીમમાં મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી નજરૂદ્દીનભાઈ સાજીભાઈ સિપાહી (46) રહે. પાજ તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે.
(6) વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ પાસે સનપાર્ક સિરામિક કારખાનામાં પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને મજૂરના આઇડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને કોન્ટ્રાક્ટર દિનેશકુમાર દેવીદયાલ રાજપુત (30) સામે ગુનો નોંધાયો છે…(7) વાંકાનેર નજીક વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીએ પરપ્રાંતિય મજૂરોને કામે રાખ્યા હતા જેથી વાડીના માલિક આરીફ અલીભાઈ માથકિયા (47) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે
(8) આવી જ રીતે નર્સરી ચોકડી પાસે આવેલ ઑશિયન બ્લુ સ્પામા બહારથી આવેલ કર્મચારીઓની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં આપવામાં આવી ન હતી જેથી સ્પાના સંચાલક ગોવિંદ કરસનભાઈ ડાભી (28) રહે. જુના ઢુવા વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ છે…(9) વાંકાનેરના ભોજપરાના બોર્ડ પાસે આવેલ સુપ્રીમ રીફેક્ટરીઝમાં મજૂરોને કામે રાખી માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી હાલમાં કોન્ટ્રાક્ટર સંજય રઘુભાઈ નંદેસરીયા (29) રહે જાલી વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.
(10) વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં રાણેકપર ગામના બોર્ડ પાસે સ્પર્શ સ્પામાં કામ કરતાં કર્મચારીઓની વિગત અપલોડ કરવામાં આવી ન હતી. જેથી સંચાલક રવિન્દ્ર નવીનભાઈ સોલંકી (40) રહે. દરબારગઢ રોડ સોની શેરી વાંકાનેર વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!