વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના એક શખ્સને દારુ વેચતાં અને દારૂ વેચવા આપનાર શખ્સ સામે તથા 19 વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે….
જાણવા મળ્યા મુજબ ધમલપર ગામ પાસે શૈલેષભાઈ ભરતભાઈ બાવળવા (ઉ.વ-૨૭) પાસેથી પ્લાસ્ટીકની થેલીમાં કોથળીઓ નંગ-૧૬ દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦૦/-મળી આવતા પોલીસ કાર્યવાહી થઇ છે. દેશી દારૂ બાબતે પોલીસે પુછતા આ દેશી 
હિતેષ અશ્વિનભાઇ અબાસણીયા રહે-ધમલપર ગામવાળો વેચાણ કરવા આપી ગયેલ હોવાનું જણાવતા તેમની સામે પણ ગુન્હો દાખલ થયેલ છે કાર્યવાહી વાંકાનેર સીટીના પો.હેડ કોન્સ.વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.હેડ કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા પો. કોન્સ. દર્શીતભાઈ ગીરીશભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી….

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે બેફિકરાઈથી વાહન ચલાવતા અને અડચણ રૂપ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરેલ છે…
(1) માટેલના અશ્વિન ભીખાભાઇ ચાવડા (2) આરોગ્યનગરના લાલાભાઇ કરણાભાઇ મુંધવા (3) ભાટિયા સોસાયટીના સદ્દામ અલ્લાઉદીનભાઈ અન્સારી (3) તીથવાના રામાભાઇ ધારાભાઈ ફાંગલીયા (4) વિસીપરા મેઈન રોડ શક્તિ મેડિકલ પાછળ રહેતા વિષ્ણુ શ્રવણભાઈ ઓગાણિયા (5) પાજના ભરત ચોંડાભાઈ ઝાપડા (6) ખાનપરના જેસા પ્રેમજીભાઈ સરવૈયા (7) જીનપરા જકાત નાકા પાસે રહેતા રોહિત રમેશભાઈ વિંઝવાડિયા (8) ધર્મનગરના કમલેશ ગણેશભાઈ ડાભી (9) ભરવાડપરાના જયેશ લક્ષ્મણભાઇ ગમારા (10) હોલમઢના હરિ રાઘવભાઈ બાંભવા (11) કેરાળાના ચિરાગભારથી સુગદેવભારથી ગોસ્વામી (12) જાંબુડિયાના અશોક રમેશ પરમાર (13) વિસીપરાના દેવરાજ રવજીભાઈ કુરેસા (14) ચંદ્રપુરના નઝરૂદીન મહમદમિયાં કાઝી (15) પલાંસના હીરા મધાભાઈ કૂણપરા (16) ચિત્રાખડાના અશ્વિન જીવરાજભાઈ ડાભી (17) રાતીદેવરીના જયદીપ દામજીભાઇ સોલંકી (18) રાતીદેવરીના જ લાલજી છેલાભાઈ લામકા અને (19) સિંધાવદરના કરણ જગદીશભાઈ બાંભવા સામે પોલીસે કેસ કર્યા છે….
