પોલીસની લોકોમાં પ્રશંષા થઇ રહી છે
વાંકાનેર: વાંકાનેરથી મોરબીના પાટા પર રીક્ષા ચલાવતા ચાલકો પર લોકોની ફરિયાદ છે કે ગફલત અને પુરઝડપે રીક્ષા ચલાવે છે, જો ધીમી ચલાવવાનું કહેવામાં આવે તો ચાલકો મુસાફરો સામે માથાકૂટ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેની સામે પોલીસ ખાતાએ કડક કાર્યવાહી શરુ કરી છે, જેની લોકોમાં પ્રશંષા થઇ રહી છે. ગઈ કાલે નીચે મુજબના રીક્ષા ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કહેવામાં આવી હતી.
(1) ઢુવા ચોકડી પાસે, રોડ પર આવતા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ સી.એન.જી.રીક્ષા ૨જી નં GJ-36-W-0399 ના ચાલક લાખાભાઈ કાનજીભાઇ ડાભી જાતે કોળી ઉ.વ. ૪૧ રહે.વાંકાનેર નવાપરા રામકુષ્ણનગર તા.વાંકાનેર
(2) ઢુવા ચોકડી પાસે રોડ ઉપર એક સી, એન.જી. રીક્ષાનો ચાલક રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રોડની વચ્ચે રાખી જોવામાં આવતા સી.એન.જી. રીક્ષા રજી.નં- GJ-૩૬-W-૦૮૯૫ વાળીના ચાલક સાગરભાઇ ઉમેશભાઇ કુંવરીયા જાતે કોળી ઉ.વ.૨૨ રહે.ત્રાજપર ચોકડી મહેન્દ્રસિંહજી હોસ્પીટલ સામે મોરબી જી.મોરબી વાળો
(3) ઢુવા ચોકડી પાસે આવતા એક સી.એન.જી, રીક્ષા રજી. નં. GJ-36-U-7953 વાળીનો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નીકળતા નામ ભાવેશભાઇ સીંધાભાઇ લાંમકા જાતે ભરવાડ ઉ.વ.૩૨ ધંધો. રી.ડ્રા. રહે. ગાંગીયાવદર
(4) ઢુવા ચોકડી સર્કલ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ સીએનજી રીક્ષા રજી નંબર GJ-27-U-6768 વાળા ચાલક રફીકશા કાસમશા ફકીર ઉવ.૩૩ રહે.આશીયાના સોસાયટી શેરી નં.૫ વાંકાનેર આ બધા ઈસમોની અટક કરેલ છે
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏