વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામેં રહેતા એક શખ્સ પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) નંગ.૦૨ મળી આવતા પોલીસ કાર્યવાહી થઇ છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામેં રહેતા અને રોડની સાઈડમાં પાથરણું નાખી છૂટક પતંગ વેંચતા પરવેજભાઈ અબ્દુલભાઈ વકાલીયા (ઉ.38) પોતાના કબ્જામા પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) નંગ.૦૨ કિ.રૂ.૨૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે મેળવી રાખી મળી આવતા પોલીસખાતાએ ગુન્હો બી.એન.એસકલમ-૨૨૩, તથા જી.પી, એકટ, ૧૩૧, ૧૧૭ મુજબ તથા મહે. જીલ્લા મેજી. સાહેબ મોરબીના જાહેરનામાનો ભંગ કરવા સબબ નોંધાયો છે…
