લૂંટ/ધાડના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો
વાંકાનેર: તાલુકાના પાડધરા બેલાની ખાણે કામ કરતા પરપ્રાંતિય મજુરનું રજીસ્ટ્રેશન ન કરવા સબબ કાર્યવાહી થઇ છે.
જાણવા મળ્યા મુજબ પાડધરા ભેરડા તરફ જતા પેટ્રોલ પંપની સામે આવેલ બેલાની ખાણે, ગામ પાડધરામાં ભરતભાઈ બાબુભાઈ ઓડદરા (ઉ.33) સામે
અધીક જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક- જા.નં. જે /એમ.એજી./જા.નામ/વશી-૨૭૧૧/૨૦૨૪ તા.૩૦/૧૧/૨૦૨૪ થી MORBI ASSURED એપ્લીકેશનમાં પરપ્રાંતિય મજુરનું રજીસ્ટ્રેશન કરવા સારૂ જાહેરનામું અમલમાં મુકેલ હોય અને આ કામના આરોપી પોતે પોતાની બેલાની ખાણના માલીક હોય અને જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાની નીચે કામ કરતા પરપ્રાંતિય યુ.પી.ના વર્કરના આઈ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય તેમજ MORBI ASSURED એ પ્લીકેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરી જીલ્લા મેજી.શ્રી મોરબી નાઓના ઉપરોકત જાહેરનામાનો ભંગ અને બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ ગુન્હો નોંધાયો છે….
લૂંટ/ધાડના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો
વાંકાનેર પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં સંડોવાયેલ ઇસમ 25 વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કોવડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000 ની સાલમાં લૂંટ અને ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે કોયાધારિયા જી જાંબુઆ મધ્યપ્રદેશ વાળો હાલ તેના રહેણાંક મકાને હોવાની બાતમીને આધારે ટીમે મધ્યપ્રદેશ ખાતે આરોપીના મકાનેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે…