વાંકાનેર: તાલુકના મહીકા ગામે સહયોગ હોટલની બાજુમાં એ.આર. કોમ્પલેક્ષમાં ભાડા કરા૨ વગર દુકાનો ભાડે આપતા પોલીસખાતાએ કાર્યવાહી કોમ્પલેક્ષ માલિક સામે કાર્યવાહી કરેલ છે….
જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોઇ અમલવારી કરવા સારૂ મહીકા ગામ હાઇવે રોડ પર આવેલ સહયોગ હોટલની બાજુમાં એ.આર. કો મ્પલેક્ષમાં કુલ છ દુકાનો આવેલ છે, દુકાન નંબર. ૩ સામીલ એગ્રો, દુકાન નંબર.૦૬ અમુલ પાર્લર ડેરી ભાડા કરારથી આપેલ હતી અને 
તેઓને ભાડા કરાર તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ પુર્ણ થતા તેઓ દુકાન ખાલી કરેલ હોય અને હાલે છેલ્લા દશેક દિવસથી આ દુકાન મોસીનભાઇ ખલીફા રહે. મહીકા વાળાને અને દુકાન નંબર. ૪ એમ. એસ. ઓનલાઇન સેવાની ઓફિસ આવેલ હોય જે દુકાન શોકતભાઇ યુનુસભાઈ માથકીયાને આપેલ હોય, તેમજ દુકાન નંબર ૦૫ બાદી ઇલેકટ્રીક અને ઓટો ગેરેજ નામની હોય જે 
મુસરફ ઇસ્માઇલભાઇ બાદી રહે. મહીકા વાળાને આપેલ હોય જેનો ભાડા કરાર કરાવેલ નથી આમ મહીકા ગામના કાસમભાઈ આહમદભાઈ બાદી (ઉ.62) સામે પોલીસ ખાતાએ દુકાનો ભાડા કરા૨ વગર ભાડે આપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં ભાડા કરારની માહીતી નહી આપી ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ તથા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામાં ક્રમાંક-જે/એમ.એજી/જા. નામું/૨૮૨૩૦૦/૨૦૨૫ તા.૨૫/૧૧/૨૦૨૫ જાહેરનામાનો ભંગ સબબ કાર્યવાહી કરેલ છે….
