ભરવાડપરાનો એક શખ્સ ભાગી ગયો
વાંકાનેર: માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગાર રમતા છ આરોપી સામે પોલીસ કાર્યવાહી થઇ છે, જેમાં ભરવાડપરામાં રહેતો શખ્સ ભાગી ગયેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટમાં પોલીસે રેઇડ કરતા (1) સંદીપભાઈ અંબારામભાઈ માંડાણી (29) રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર (2) હાર્દ સતીષચંન્દ્ર ઓઝા (29) રહે. રામચોક (3) આકાશ સતીષચંન્દ્ર ઓઝા (32) રહે. રામચોક
(4) સલીમભાઈ દાઉદભાઇ વડગામા (58) રહે. સીટી સ્ટેશન રોડ (5) મનિષભાઇ જગદિશભાઇ ભાટ્ટી (32) રહે. વીશીપરા પુજારા ભડીયાની સામે (6) નાસી જનાર આરોપી મુકેશ નાજાભાઈ ગોહેલ રહે. ભરવાડપરા તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૮૭૦/-સાથે પકડેલ છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાધડીયા, પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરી ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે….