નવી રાતીદેવરીના અને ઝિંઝુડા (મોરબી) વાળા સામે પોલીસ એક્શન
વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવરીના અને ઝિંઝુડા (મોરબી) વાળા સામે સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં લાયસન્સ કે પરવાના વગરના હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય પોલીસ કાર્યવાહી થઇ છે અને મોબાઈલ કબ્જે કરેલ છે….
જાણવા મળ્યા મુજબ આજથી આશરે ચારેક વર્ષ પહેલા સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં mr_sultan_478692 નામના એકાઉન્ટમાં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય, મજકુરને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટમાં ફોટા અપ્લોડ કરેલાના સ્ક્રિનશોર્ટ બતાવતા સદરહુ ફોટામાં દેખાતો વ્યક્તિ પોતે હોવાનું જણાવેલ અને ફોટામાં જણાવેલ હથિયાર રાખવા અંગે પોતાની પાસે કોઇ લાયસન્સ કે પરવાનો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ હોય અને 

સદરહુ હથીયાર પોતાના સંબંધી સમસુદિન મનવરહુશેન પીરઝાદા રહે- ઝિંઝુડા તા-જી-મોરબી વાળાનું હોવાનું જણાવેલ જેથી શાહરૂખ દાઉદભાઈ સર્વદિ (ઉ.વ.૩૦) રહે. નવી રાતીદેવરી વાળાએ હથીયાર સાથે ફોટા વાંકાનેર ખાતે અપલોડ કરેલ હતા આથી વિવો V27 મોડલનો મોબાઇલ જેમાં IMEI-869657061354632/18 869657061354624/18 ના છે. જેની કિ.રૂ. ૧૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે પોલીસ ખાતાએ ગુન્હો આર્મ્સ એક્ટ કલમ-29,30 તથા ઈ.પી.કો. કલમ 114 મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસના આર્મ.પો.હેડ કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી છે…