ટંકારા: મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા ઓવર બ્રિજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ દુકાન ભાડે રાખી સ્પાનુ સંચાલન કરતા એક શખ્સે ભાડા કરાર નહીં કરી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ દુકાન માલીક નવધણભાઈ વજાભાઈ ઝાપડા રહે. ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી વાળાએ પોતાની માલીકીની મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા ઓવર બ્રિજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ દુકાન નંબર-૨૦૫ થી ૨૦૯ ની ગોલ્ડન સ્પાના સંચાલકને ભાડેથી આપી તેનો ભાડા કરાર પો.સ્ટે.માં જમા નહી કરાવી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મોરબીના જાહેરનામા નં.એમએજી/સ્પા પાર્લર/જા. નામુ/૨૫૦૩(૧)/૨૦૨૫ તા.૨૬/૦૩/૨૦૨૫ નો ભંગ કરી અને ગુન્હો બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી. એકટ કલમ ૧૩૧ મુજબ નોંધાયો છે….