મહીકાના રોડ પરના કોમ્પલેક્ષના માલિકે કુલ ૨૨ દુકાનો ભાડે આપેલ
વાંકાનેર: તાલુકાના મહીકા ગામના રોડ પર આવેલ કોમ્પલેક્ષના માલિકે કુલ ૨૨ દુકાનો ભાડે આપેલ પરંતુ ભાડે આપ્યા અંગેના ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સંબંધિત કચેરીમાં માહીતી નહી આપતા નિયમ મુજબની કાર્યવાહી થઇ છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામના પુલ પાસે મહિકા ગામ જતા રોડ પર આવેલ કોમ્પલેક્ષના માલિક ઉસ્માનભાઈ આહમદભાઈ બાદી (ઉ.વ.૬૫) એ નામ વગરના કોમ્પલેક્ષમાં આવેલ સામેલ મેડીકલ, એ.યુ. લોજીસ્ટીક અને ટાઇમ કેર લેબોરેટરી જેવી 


કુલ ૨૨ દુકાનો જે ભાડે આપેલ હોય જેના ભાડે આપ્યા અંગેના ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સંબંધિત કચેરીમાં ભાડા કરારની માહીતી નહી આપેલ, પોતે જાહેરનામાથી માહિતગાર હોવાનું જણાવેલ અને છતાં ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામાં ક્રમાં ક-જે/એમ, એજી/જા, નામું/૨૮૨૩૦૦/૨૦૨૫ તા: ૨૫/૧૧/૨૦૨૫ જાહેરનામાનો ભંગ કરતા ગુનો કર્યા નોંધાયો છે…
