બંગાવડી ડેમની બાજુમાં પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો
ટંકારા: તાલુકાની લજાઈ ચોકડીએ આવેલ નારાયણી ચા પાનની દુકાનના માલિક હોટલમાં હડમતિયાના સગીર વયના કિશોરને બાળ મજૂરી કરાવતા હોઈ પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે…
જાણવા મળ્યા મુજબ લજાઈ ચોકડીએ આવેલ નારાયણી ચા પાનની દુકાનના માલિક લજાઇના રહીશ અર્જુનસિંહ બ્રિજરાજસિંહ જાડેજા હોટલમાં હડમતિયાના સગીર વયના કિશોર ચંદુ પ્રતાપભાઈ ગાર્ડીને જાણતા હોવા છતા બાળ મજૂરી કરાવતા હોઈ સગી૨ વયના કિશોરને મજુર તરીકે રાખી તેની પાસેથી સાફ-સફાઈ, ટેબલ સફાઇ, તથા રસોઇ બનાવવામાં મદદ કરાવી તેમજ
વાસણ સફાઇ, તથા હોટલની સાફ સફાઇનું મજુરી કામ કરાવી તેનું શારીરિક, આર્થિક શોષણ કરી બાળ અને તરૂણ (પ્રતિબંધિત)કાયદાની સને-૧૯૮૬ ની કલમ-૦૩, ૭૭અને ૧૪(૧) તથા જુવેનાઇલ જસ્ટીસ (કેર એંડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ ગુનો નોંધાયો છે….
બંગાવડી ડેમની બાજુમાં પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાંથી પોલીસે રૂ.2.60 લાખની કિંમતનો 465 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ મામલે પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ જાડેજા રહે. બંગાવડીવાળા સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે…