વાંકાનેર: તીથવા કુબા વિસ્તારમાં બે જણા અને જીનપરા જકાતનાકા પાસે એક જણા પાસેથી ‘ઈંગ્લીશ‘ મળી આવતા પોલીસખાતાએ કાર્યવાહી કરી છે….

જાણવા મળ્યા મુજબ તીથવા કુબા વિસ્તારમાં જવાના નાલા પાસેથી એક ડબલ સવારી મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને રોકી પોલીસ ખાતાએ ચેક કરતા મોટર સાયકલની બન્ને સાઇડમાં પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હી સ્કીની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૨૧ કિ.રૂ.૧૪,૬૧૬/- તથા 

રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૪૮ કિ.રૂ. ૧૪,૪૦૦/-નો મુદામાલ વેચાણ કરવા અર્થે હિરો કંપનીનHF-100 મો.સા. રજી નં.GJ-36-AG-12541254 કિ રૂ. ૪૦,૦૦૦/- વાળા માં હેરાફેરી કરી નીકળતા કુલ કિ.રૂ. ૬૯,૦૧૬/-ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો પ્રોહી કલમ-૬૫, એઇ, ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ નોધાયો છે…
બીજા બનાવમાં વાંકાનેર જીનપરા રંગવાળી શેરીમાં રહેતા અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી 1 ઇંગ્લિશની બોટલ રૂપિયા 50/ ની જીનપરા જકાતનાકા પાસેથી મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે….
