કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બે બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી

બે બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી

કેરાળા અને હરસિધ્ધી હોટલની બાજુમાં રહેતા શખ્સો

વાંકાનેર: મોરબી જિલ્લામાં પ્રોહીબિશન-જુગારની બદીઓ દૂર કરવા અને દારૂના ધંધાર્થીઓ પર કડક કાર્યવાહી કરવાની સૂચના હેઠળ વાંકાનેર સિટી પોલીસ દ્વારા બે બુટલેગરો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટરને મોકલવામાં આવતા બંનેને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે.


જાણવા મળ્યા મુજબ, વાંકાનેર સિટી પી.આઈ. એચ.એ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તરફ મોકલવામાં આવી હતી. આ પ્રવૃત્તિની ગંભીરતા સમજીને કલેક્ટર દ્વારા વાંકાનેરના બે પ્રોહીબુટલેગર (૧) દિપાલ મુકેશભાઈ સંખેસરીયા (ઉ.વ.૨૨, ધંધો મજૂરી, રહે. વાંકાનેર હરસિધ્ધી હોટલની બાજુમાં) અને (૨) ઈન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૩, ધંધો ડ્રાઈવીંગ, રહે. કેરાળા, તા. વાંકાનેર) વિરુદ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.


પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે આ બંને શખ્સોને પકડી પાડયા હતા. ત્યારબાદ પાસા વોરંટની બજવણી કરી બંને આરોપીઓને અનુક્રમે ભાવનગર મધ્યસ્થ જેલ અને જૂનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઈ. એચ.એ જાડેજા, એ.એસ.આઈ. જનકભાઈ મોરવાડીયા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, રવિભાઈ લાવડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રણીંગભાઈ ખવડ, વિપુલભાઈ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!