ખાણખનીજ વિભાગ દ્વારા ગત અઠવાડીયામાં વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતી મિનરલ તેમજ રેતી ચૉરી સબબ ત્રણ વાહનો જપ્ત કરી આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગત શુક્રવારે વાંકાનેર તાલુકાના વસુંધરા અને લાકડધાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતી મિનરલ ક્લે અને રેતીની ખનીજ ચોરી સબબ એક એક્સવેટર, એક જેસીબી અને એક ટ્રક મળી ત્રણ વાહનો કબજી કરી આકરો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ખાણખનીજ વિભાગ દ્વારા જાહેર કરાયુ છે.
જાણકારોના જણાવ્યા વાંકાનેર તાલુકામાં થતી બેફામ ખનીજચોરી સામે આ કાર્યવાહી પાશેરામાં પૂણી સમાન છે.