કારખાનેદાર અને ગોડાઉનના માલિક દંડાયા
વાંકાનેર: વઘાસીયા જી.આઈ.ડી.સીમાં ભાડે આપેલ એક ગોડાઉન માલિક તથા મૂળ લુણસરના વતનીના કારખાનાના માલિક સામે કામે રાખેલ મજૂરોની માહિતી નહીં રાખવા સબબ પોલીસ ફરિયાદ થઇ છે…..
પ્રથમ ફરિયાદ વઘાસીયા જી.આઈ.ડી.સી વ્હાઇટ હાઉસ સામે મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉનના માલીક જાનમહમંદ ઇબ્રાહીમભાઇ હાલપુત્રા રહે-રામચોક ચોટીલા જી-સુરેન્દ્રનગર વાળા સામે થઇ છે, જેમાં ભાડાકરા૨ નહીં કરાવતા અને સ્થાનીક પોલીસને જાણ નહીં કરતા પોતાની કબજા ભોગવટાની મિલ્કત કોઇ પણ પ્રકારના ભાડાકરાર કે આધાર વગર અન્ય વ્યકિતને આર્થિક લાભ મેળવવાના હેતુસર વપરાસ કરવા આપી જીલ્લા મેજી સા.ના નંબર જે/એમ.એજી/જા.નામુ/વ શી/૨૭૧૧/૨૦૨૪ તા. ૩૦/૧૧/૨૦૨૪ મુજબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવા સબબ બી.એન.એસ કલમ-૨૨૩ મુજબ ફરિયાદ નોંધાઈ છે…
બીજી ફરિયાદ વાંકાનેર વઘાસીયા જી.આઈ.ડી.સી પ્લોટ નં-૩૭ માં આવેલ કારખાના માલીક હિતેશભાઇ જવેરભાઇ વસીયાણી (ઉ.વ .૪૨) રહે. રોયલપાર્ક સોસાયટી રવાપર રોડ તા.જી.મોરબી મુળ રહે.લુણસર તા-વાંકાનેર વાળા સામે થઇ છે, તેઓના યુનીટમાં કુલ-૦૩માં મહે.જીલ્લા કલેક્ટર સાહેબ મોરબીના જાહેરનામામાં જણાવેલ એપ્લીકેશનમાં “પત્રક ” મુજબની પરપ્રાંતિય મજુરોની માહીતી સબમીટ નહીં કરતા અને તેનું કોઇ રેકર્ડ કે આધાર પુરાવા પોતાની પાસે રાખી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જમા નહીં કરાવતા જાહેરનામાનો ભંગ અને બી.એન.એસ. કલમ-૨૨૩ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. કાર્યવાહી પો.હેડ. કોન્સ વાંકાનેર સીટી મુકેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા તથા પો.કોન્સ. હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી…