મરણ જનાર ભાઈને ભાઈએ આરોપી બનાવવા પર સવાલ
વાંકાનેર: તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોગ્યનગરમાં રહેતા કોળી સમાજના એક આઘેડ એક્ટિવા લઈને જડેશ્વર રોડ પર રાતીદેવરી જતા અચાનક ખુંટીયો આવી જતા અને માથામાં ઇજા થતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં અને પછી રાજકોટ હોસ્પિટલમાં થતી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં-૨ બસ સ્ટેન્ડ સામે રહેતા અને નિવૃત જીવન ગુજારતા જંયતિભાઈ ભવાનભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (ઉ.વ.૬૦)એ ફરીયાદમાં લખાવેલ છે કે પોતે બે ભાઈઓ તથા ચાર બહેનો છીએ. મોટા બચુબેન સુક્લ પીપળીયા ગામે સાસરે હતા, તેનાથી નાના હેમુબેન અને પેમીબેન રાજાવડલા ગામે સાસરે છે. સૌથી નાના વસંતબેન સજ્જનપર ગામે સાસરે છે. એમના ભાઈ મુકેશભાઈને ત્રણ દીકરા પૈકી મોટો દીકરો દીપક, નાનો રવી અને સૌથી નાનો પ્રદીપ છે. મુકેશભાઈના પત્નીનુ નામ ભારતીબેન છે…
ગઇ તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ સવારના સાતેક વાગ્યા વખતે મુકેશભાઈ ભવાનભાઈ મદ્રેસણીયાને જડેશ્વર મંદીર રોડ ઉ૫ર ગાઠીયા ભજીયાની રેકડીએ એકટીવા નં.જી.જે.૩૬ જે.૩૨૨૪ વાળુ લઈને નિકળેલ હતો, ત્યારે રાતીદેવળીના રમેશભાઈ નાગજીભાઈ મદ્રેસણીયાએ ફોન કરી જાણ કરેલ કે રાતીદેવળી ગામ તરફ જવાના રસ્તાની સામે જડેશ્વર રોડ ઉપર અચાનક ખુટીયો આડો ઉતરતા એકટીવા ભટકાતા મુકેશભાઈને માથાના ભાગે લાગેલ છે…
આથી ફરિયાદી વાંકાનેર સરકારી હોસ્પિટલ ગયેલ અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે બે દિવસ દાખલ કરેલ, તબિયત નહીં સુધરતા ગોકુલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં લઇ ગયેલ હતા. જેનુ ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ. વધુમાં ફરિયાદીએ પોતાના ભાઈ મુકેશભાઈ વિરુદ્ધ જ લખાવેલ છે કે પોતાના હવાલાવાળુ એકટીવા પૂર ઝડપે અને બેફીકરાયથી ચલાવી જતા હતા ત્યારે અચાનક આડો ખુટીયો ઉતરતા એકટીવા મો.સા.ના હેન્ડલનો કાબુ ગુમાવી દેતા રોડ ઉપર પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ નીપજેલ છે, તો મારા ભાઈ મુકેશભાઈ મદ્રેસણીયા વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે…
અહીં સવાલ એ થાય છે કે ખુંટીયો બેફિકરાઈથી આવ્યો હતો કે મરણ જનારનો વાંક હતો? ઉભા બાઈક સામે જો ખુંટીયો આવે તો પણ આવી ઘટના સંભવ છે. મરણ જનાર ભાઈને આરોપી બનાવવા પર પણ સવાલ છે કે પછી પોલીસખાતાનું પ્રયોજન હતું? એવો સવાલ ચર્ચાય છે…
દારૂ અંગેના ગુન્હા
ઢુવા દ્વારકાધીશ હોટલ પાછળ ખરાબામાં મોરબી શિવ સોસાયટીમાં રહેતા સમીર ખમીસાભાઇ કટિયાર જાતે સંધીનો દેશી દારૂ કોથળી નંગ 60 સાથે અને સિંધાવદર અશરફનગર જવાના રસ્તેથી રાણા ઘોઘાભાઈ જખાણીયા જાતે દેવીપૂજકને દેશી દારૂ કોથળી નંગ 25 સાથે પોલીસે પકડેલ છે. માર્કેટ ચોક ટાઉન હોલ પાસે દારૂ પી તોફાન કરતા દેવીપૂજક નવાપરાના દિનેશ ભીખાભાઇ માંડલીયા અને ભાટિયા સોસાયટી ત્રિલોકધામમાં રહેતા જાવિદ મહંમદભાઇ કુરેશીને ભાટિયા સોસાયટીમાંથી પોલીસખાતાએ પીધેલ પકડેલ છે.
ટ્રાફિક અંગેના ગુન્હા
રાજકોટના કુતુંમસીંગ હિરકાસીંગ ભાભરને મેસરીયા બોર્ડ પાસે હાઇવે પર ડમ્પર નં GJ-05-BU-8362 ને અડચણરૂપ ઉભું રાખતા, જીનપરા શેરી નં. 13 માં રહેતા સાહિલ હુસેનભાઇ પીપરવાડીયાએ જીનપરા જકાતનાકા પાસે સીએનજી રીક્ષા નં. GJ-36-U-8720 ને અડચણરૂપ ઉભી રાખતા અને મોરબી રહેતા રમેશ બચુભાઈ અખિયાણી સીએનજી રીક્ષા નં. GJ-36-U-8433 ને ઢુવા સર્કલ પાસે અડચણરૂપ ઉભી રાખતા કાયદેસરની કાર્યવાહી કરી છે.