સિંધાવદરના મિસ્ત્રીકામ કરનારની ફરિયાદ
વાંકાનેર: મેઈન બજારમાં હોન્ડા પર નીકળેલા ચાલક પાછળ બેઠેલા એક શખ્સનો પગ એક્ટિવાને અડી જતા માર માર્યાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ ચંન્દ્રપુર પાસે મોનાલી નામની દુકાનમાં મીસ્ત્રીકામ કરતા સિંધાવદરના મોહમ્મદવારીસ સમસુદીનભાઈ શેરસીયાએ ફરિયાદ કરી છે કે તા. ૧૦/૦ ૫/૨૦૨૪ ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં વાંકાનેર પુલ દરવાજે ઇકો કારમા સામાન લેવા ફરિયાદી અને કારીગર મહમદઅનીસભાઈ યુનુસભાઈ ખોરજીયા રહે. સીંધાવદરવાળા
બંન્ને હોન્ડા મોટર સાયકલ લઈને નિકળેલ હતા, મેઈન બજાર રોનક ફુટવેર પાસે પહોંચતા કાળા કલરના એકટીવાને ઓવટેક કરતા એકટીવા સાથે પાછળ બેઠેલ કારીગરનો પગ અડી જતા કારીગરે એકટીવા ચાલકને સોરી કહી આગળ જતા એકટીવાવાળો મોટર સાયકલ પાસે આવી ઉભુ રખાવી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ, ગાળો બોલવાની ના પાડતા એકટીવાવાળાએ માથામા તથા શરીરના ભાગે આડેધડ મુઢમાર મારવા લાગેલ. ફરિયાદીને માથામા વાગેલ હોય
ચક્કર આવતા પડી ગયેલ અને એકટીવા પગ ઉપર ચડાવેલ હતુ બાદમાં મહમદઅનીશે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ. એકટીવાના રજી નં. નો ફોટો પાડેલ હતો જે રજી.નં.GJ 36 P 8510 વાળુ હતુ ફરિયાદીને વધુ સારવાર સારૂ રાજકોટ સરકારી હોસ્પીટલે રીફર કરેલ હતા. પછી તપાસ કરતા એકટીવા વાળાનુ નામ મોઇનભાઈ મહમદભાઈ કાબરા રહે. વાંકાનેર વાળો હોવાનું જાણવા મળેલ પોલીસ ખાતાએ ધોરણસર ફરીયાદ લખી આગળની કાર્યવાહી શરુ કરેલ છે
દેશી દારૂ સાથે:
વાંકાનેર સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઈસ્કૂલ સામે રહેતા ધરમશી કાંતિભાઈ બાંભણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) માટેલના હિતેશ ભીમાભાઇ સરાવાડીયા (2) જીનપરા જકાત નાકા પાસે રહેતા દિનેશ ઘોઘાભાઈ રીબડીયા અને (3) જેતપરડાના ચંદુ કુકાભાઈ સત્રોટીયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) પંચાસર રોડ પંચવટી સોસાયટીના નિલેશ દેવજીભાઈ અખિયાણી (2) ગાયત્રી ટેકરી પાસે રહેતા સંજય રાજાભાઈ ખોડિયા- રાજગોર (3) દીવાનપરા મહંમદી મસ્જિદ પાસે રહેતા ગુલામશબ્બીર નુરમામદ કારિયાણી (4) મકનસરના કિશોર વસંતદાસ મકવાણા (5) નવા ઢુવાના રમેશ કુવરાભાઈ ખૂંટ અને (6) ભલગામના મનસુખ દાનાભાઇ બેડવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી