રાજાવડલામાં “તું મને ઓળખશ ?” કહી વિકલાંગ ઉપર હુમલો
વાંકાનેરના રાજા વડલા ગામે રહેતો યુવાન પોતાના ઘર તરફ ચાલીને જતો હતો ત્યારે તેની પાસે આવીને વાંકાનેરમાં રહેતા શખ્સ “તું મને ઓળખે છે” તેવું પૂછ્યું હતું, ત્યારે યુવાને ના પડી હતી. જેથી કરીને તે યુવાનને વાળ પકડીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને “તું દારૂ પીને બહુ ખેલ કરે છે” તેવું કહીને તેને મોઢા ઉપર માર માર્યો હતો. ત્યારબાદ પથ્થર લઇને માથા અને મોઢાના ભાગે માર મારીને નીચે પાડી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લઈને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલામાં રહેતા સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ આંબાભાઈ સોલંકી (૩૭)એ હાલમાં સોહિલભાઈ ખોજા રહે. નાની બજાર વાંકાનેર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તે હુવાથી રાજાવડલા ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે તેના ડ્રાઇવર શકીલભાઈ રાજાવડલા રેલવેના નાલા સુધી તેને રિક્ષામાં મૂકી ગયેલ હતા. તે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે તેના ડ્રાઇવરને રાજાવડલા મેલડી મંદિર સુધીનું ભાડું મળતા રીક્ષામાં બે પેસેન્જરને બેસાડીને તે રાજાવડલા ગૌશાળા પાસે ચંદ્રપુર જવાના કાચા રસ્તા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે ફરિયાદી યુવાન ત્યાં ભેગો થઈ જતાં તેને રીક્ષામાં બેસવા માટે થઈને કહ્યું હતું.
જોકે કરિયાદ યુવાને રિક્ષામાં ન બેસતા રીક્ષામાં બેઠેલા બે પેસેન્જર પૈકીના એક નીચે ઉતરીને તેની સાથે ચાલવાનું શરૂ કર્યું હતું અને ફરિયાદીનો ડ્રાઇવર રિક્ષામાં બેઠેલા એક પેસેન્જરને લઈને ગૌશાળા તરફ જવા માટે નીકળી ગયો હતો. ત્યારબાદ તેની સાથે યાલતા શખ્સ કરીયાદી યુવાનને “તું મને ઓળખે છે” એવું પૂછ્યું હતું ત્યારે ફરિયાદીએ ના પડતા આરોપીએ તેને વાળ પકડીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને “તું ફૂલ દારૂ પીને બહુ ખેલ કરે છે” તેવું કીને તેને મોઢા ઉપર માર માર્યો હતો અને પથ્થર લઈને માથામાં તથા મોઢામાં માર મારીને નીચે પાડી દીધો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.