કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરણીટીંબાના દિલીપસિંહની આગોતરા જમીન અરજી માન્ય

દિલીપસિંહનું એફ.આઇઆરમાં નામ નથી, માત્ર જમીન બતાવી છે, તેમનો એટલો જ રોલ છે: દલીલ માન્ય રહી

રાજકોટ: મુળ વાંકાનેરના અને મુંબઇ સ્થાયી રહેતા વૃધ્ધ દંપતિના અમદાવાદ મનપાના મરણના દાખલા બનાવી જેના આધારે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેંચી નાખી કૌભાંડ આચર્યુ હતું.જેમાં પાંચ સામે ગુનો નોંધાયો હતો. સૂત્રધારની પોલીસે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં અરણીટીંબા ગામના ખેડૂતનું નામ ખુલતા પોલીસ ધરપકડની દેહશતથી કરેલી આગોતરા જામીન અરજી મોરબીની સેશન્સ કોર્ટે ફગાવી દેતા જેની સામે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. હાઈકોર્ટ શરતોના આધીન અરણીટીંબા ગામના ખેડૂતની જામીન અરજી મંજૂર કરી છે.

પોલીસે કરી પ્રાથમિક પૂછપરછમાં આ જમીન અરણીટીંબા ગામના દિલીપસિંહ અભેસિંહ ઝાલાએ દેખાડયા હોવાની સૂચિત રમેશભાઈ જોષીએ પૂછપરછમાં ખુલતા પોલીસે દિલીપસિંહ ઝાલા સામે પણ ગુનો નોંધ્યો હતો.
દિલીપસિંહ ઝાલાએ પોલીસ ધરપકડની દેહસતથી મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ફગાવી દીધી હતી, જેની સામે દિલીપસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે જામીન આગોતરા જામીન અરજીની સુનાવણી સુનાવણીમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલમાં દિલીપસિંહનું એફ.આઇઆરમાં નામ નથી દિલીપસિંહ એ માત્ર જમીન બતાવી છે, તેમનો એટલો જ રોલ છે. કસ્ટોડિયન પૂછપરછની જરૂર નથી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી, તેમજ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે. જે દલીલ ધ્યાને લઇ હાઇકોર્ટે દિલીપસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજૂર કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!