99 વિદ્યાર્થીમાંથી A1 ગ્રેડ મેળવતા 17 -17 વિદ્યાથીઓ
વાંકાનેર: આજે ધોરણ 10 નું બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યા છે. જો વાંકાનેર વાત કરીએ તો તાજેતરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના આવેલ રિઝલ્ટમાં સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીએ સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જ્યારે આજે જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં પણ સંસ્કૃતિ વિદ્યાલય ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. સંસ્કૃતિ વિદ્યાલયમાં આ વર્ષે કુલ 99 વિદ્યાર્થીઓએ એસએસસીની પરીક્ષા આપી હતી તેમાંથી 97 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને આ 97 વિદ્યાર્થીઓમાં થી 17 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે.
બે દિવસ પહેલા જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની 99.99 PR અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ટકાવારી સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે….