કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાત કોટન ઉત્પાદનમાં દેશમાં નં. 1 થયું

સર્વાધિક કપાસ પકવે ગુજરાત અને મોટો કાપડ ઉદ્યોગ બીજા રાજ્યોમાં !

રાજ્યમાં 94 લાખ ગાંસડીનું ઉત્પાદન અને તેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 70 ટકાથી વધુ છતાં સૌરાષ્ટ્રમાં કાપડમિલો નહીવત્ !

રાજકોટ, : ઈ. 2022-23ના વર્ષમાં મહારાષ્ટ્રને પાછળ ધકેલીને 94 લાખ ગાંસડી કોટન ઉત્પાદન સાથે દેશભરમાં નં. 1 ઉપર પહોંચી ગયું છે. ગત બે વર્ષ ઈ.સ. 2020-21 અને ઈ. 2021-21માં ગુજરાત મહારાષ્ટ્ર પછી દ્વિતીય ક્રમે હતું તે આ વર્ષે બમ્પર પાક અને પ્રતિ હેક્ટર 631 કિલોની સરેરાશ કરતા વધુ ઉપજ સાથે પ્રથમ ક્રમે આવી ગયું છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છ કે આશ્ચર્યજનક વાત એ છે કે ગુજરાતમાં ઉત્પાદિત કપાસમાં આશરે 70 ટકાથી વધુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થયું છે છતાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત હજુ કાપડ ઉદ્યોગમાં દેશમાં અગ્રેસર થયેલ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર દેશભરમાં સર્વાધિક કોટન ઉત્પાદન કરે છે છતાં તેમાંથી જીનીંગ, વીવીંગ અને કાપડ અને કપડાં બનાવવાનો ઉદ્યોગ અહીં વિકસ્યો નથી અને આ વાત ભાજપના નેતાઓએ સ્વીકારી છે. વસ્ત્ર મંત્રાલયે અગાઉ જારી કરેલી વિગત મૂજબ ગુજરાતમાં ઈ. 2020-21માં 72.19 લાખ ગાંસડી (પ્રત્યેક ગાંસડી 170 કિલોની) ઈ.સ. 2021-22માં 74.82 અને ઈ.સ.2022-23માં દેશમાં કૂલ 341.91 લાખ ગાંસડીમાં 91.83 લાખ ગાંસડી સાથે ગુજરાત મહારાષ્ટ્રથી આગળ નીકળી ગયેલ છે.

વિશ્વનું 23 ટકા કોટન ભારતમાં ઉત્પન્ન થાય છે, કોટનના કૂલ 397.51 લાખ ગાંસડીના સ્ટોક સામે દેશની જરૂરિયાત 311 લાખ ગાંસડીની છે અને આ વર્ષમાં 40 લાખ ગાંસડીની નિકાસનો અંદાજ છે. એક સમયે ભારત કોટન માટે વિદેશ પર આધારિત હતું, આજે અનેક દેશો ભારત પર આધારિત છે અને તેમાં સૌથી મોટો હિસ્સો ગુજરાતનો અને તેમાં પણ સર્વાધિક હિસ્સો સૌરાષ્ટ્રનો છે.

ગુજરાતમાં પણ ગત ખરીફ ઋતુમાં તા.17-10-2022 સુધીના અંતિમ આંકડા મૂજબ કપાસનું 25.25 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તેમાં 18.25 લાખ હેક્ટર માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં હતું. આમ, સૌરાષ્ટ્ર કપાસ ઉત્પાદનમાં દેશનું હબ બન્યું છે પરંતુ, કપડાં,કાપડ ઉદ્યોગમાં તે ક્યારે હબ બને છે તેનો ઈંતજાર થઈ રહ્યો છે.

જો કે, હવે કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મિનિસ્ટરે તાજેતરમાં કહ્યું તેમ ફાર્મીંગ, ફેક્ટરી, ફેશન અને ફોરેન એટલે કે જ્યાં કપાસ ઉત્પન્ન થાય છે ત્યાં જ તેમાંથી ફેશનેબલ કપડાં બને તો ટ્રાન્સપોર્ટેશન વગેરે ખર્ચ (લોજીસ્ટીક કોસ્ટ) ઓછો આવે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ માટે કેન્દ્રએ તાજેતરમાં નવસારીમાં મેગા ટેક્સટાઈલ્સ પાર્કની જાહેરાત કરી છે પરંતુ, દક્ષિણ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રમાં આ ઉદ્યોગ વિકસે તો સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને અને આમજનતાને પણ લાભ થાય તેમ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!