વાંકાનેર કેન્દ્ર Top-10માં સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ એકમાત્ર ધી મોડર્ન સ્કૂલના
ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામોમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામ આપ્યા બાદ ફરી એક વખત ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના પરિણામોમાં પણ પોતાના દબદબો યથાવત રાખી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ મેદાન માર્યું છે..
ધી મોડર્ન સ્કૂલની વિશેષતાની વાત કરીએ તો અહીં દરેક વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. ખરા અર્થમાં જીવનલક્ષી કૌશલ્યો સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના ફળ સ્વરૂપે વર્ષોથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં દરેક ધોરણના પરિણામોમાં મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ દબદબો જાળવી રાખ્યો છે…
મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી 48-48 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે
વર્ષ 2024માં રાષ્ટ્રીય લેવલે લેવાયેલ NEET અને JEE જેવી પરિક્ષામાં ઉત્તમ રીઝલ્ટ આપ્યા બાદ આ વર્ષે (2025)માં પણ આવું જ રિઝલ્ટ આપાવા સ્કુલ કટીબદ્ધ છે…
~ NEET (2024): 600 કરતા વધુ ગુણ 14-14 વિધાર્થીઓએ મેળવ્યા અને સૌથી વધુ વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમીશન મેળવેલ…
~ JEE (2024) : ટોપર વિદ્યાર્થી મોડર્ન સ્કૂલનના અને IIIT-દિવમાં એડમીશન પણ મેળવેલ છે…
~ વર્ષ 2025 ધો. 12 સાયન્સમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ 97.33% મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર નિશાંત આઈ. એ મેળવી વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
~ ગુજકેટ 2025 ના રીઝલ્ટમાં વાંકાનેર કેન્દ્રમાં સૌથી વધુ 12-12 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ…
~ ધોરણ 12 કોમર્સમાં વાંકાનેર કેન્દ્રના ટોપ-10 માં સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ સાથે A1 ગ્રેડમાં 30 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ…
ધોરણ 11 સાયન્સ તથા કોમર્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ….