કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સગાઈ બાદ વર-કન્યા ભાગી જતા બખેડો

નવાપરા વિસ્તારમાં બનેલ બનાવમાં વેવાણને માર મારનાર ચાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર : નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરીપક્ષ દ્વારા લગ્ન ન કરવામાં આવતા હોવાથી વર-કન્યા ભાગી જતા આ બનાવ બાદ વેવાઈ-વેવાઈ બાખડી પડ્યા હતા અને દીકરી પક્ષના લોકોએ દીકરાપક્ષના વેવાણને પાવડાના હાથા વડે માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન બલુભાઇ ભોજવીયાએ આરોપી લાભુભાઇ બીજલભાઇ, કંચનબેન લાભુભાઇ, વજીબેન બીજલભાઇ તથા જેકાબેન અવચરભાઇ રહે.બધા નવાપરા પુલના છેડે વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,

તેમના પુત્રની સગાઈ આરોપી લાભુભાઇ બીજલભાઇની પુત્રી સાથે કરવામાં આવી હતી પરંતુ દીકરીવાળા લગ્ન કરી આપતા ન હોય તેમનો પુત્ર અને આરોપીની પુત્રી ભાગી જતા આ વાતનો ખાર રાખી તમામ આરોપીઓએ એક સંપ કરી પાવડાના હાથા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!