બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં કેરોસીન છાંટી વૃધ્ધનો આપઘાત






વાંકાનેર : વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા પરસોત્તમભાઈ નાથાભાઇ ચાવડા ઉ.70 નામના વૃદ્ધે ગત તા.23 ના રોજ બપોરના સમયે પોતાના ઘેર કેરોસીન છાંટી જાત જલાવી લેતા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરસોત્તમભાઈના પુત્રની અગાઉ હત્યા થઈ હોવાનું અને ત્યાર બાદ તેમની પુત્રીનું પણ અવસાન થતાં લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.